કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ ઇકોનોમિકને પ્રોત્સાહન છતાં દેશમાં નોંધપાત્ર પ્રમાણમાં જ ડીજીટલ ટ્રાન્જેકશનમાં ગણતરીનો વધારો નોંધાયો છે. છેલ્લાં એક વર્ષમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં 124.63 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આધાર કાર્ડ સાથે નોંધાયેલા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મસ દ્વારા વર્ષમાં એક કરોડ 37 લાખ લોકોએ આર્થિક વ્યવહારો કર્યા છે. એપ્રિલ 2017માં કુલ 61 લાખ 30 હજાર લોકોએ ડિજીટલ પેમેન્ટ કર્યાં હતાં.