-
નોટબંધી વકતે 500 અને 1000ની નોટો એકાએક બંધ થઇ ત્યારે લોકોને પેપર કરન્સીનું કેટલું મહત્વ છે તે સમજાયું હશે. લોકો ખૂણે ખાંચરે મૂકાયેલી 500 અને 1000ની કાગળની ચલણી નોટો(પેપર કરન્સી)નું મહત્વ વધારે સમજવા લાગ્યા હતા. ભારતમાં 18મી સદી સુધી ચલણમાં સોના અને ચાંદીના સિક્કા ચાલતા હતા. અંગ્રેજોના આવ્યાં બાદ ખાનગી યુરોપિયન વ્યાપારી કંપનીઓએ કોલકાતામાં સૌ પ્રથમ વાર કાગળની નોટો છાપીને તેને પેપર કરન્સી તરીકે બજારમાં મૂકી હતી. ત્યારબાદ 1861માં પેપર કરન્સી કાયદા હેઠળ બ્રીટીશ સરકારે પેપર કરન્સીની જવાબદારી લીધી હતી. આજે પણ બેંકો નહીં પણ સરકાર ચલણી નોટો છાપે છે. વિક્ટોરિયા છાપ નોટોની સીરીઝમાં 10,20,50,100 અને 1000ની નોટો છપાતી હતી. જે સત્તાવાર રીતે સરકારે બહાર પાડી હતી. તે વખતે તેમાં નોટની વિગતો માત્ર બે જ ભાષામાં લખાતું હતું. અંગ્રેજો ઉપરાંત ભારતમાં ફ્રાન્સ અને પોર્ટુગલ દ્વારા રૂપી અને રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી. આઝાદ ભારતમાં 1961 સુધી પોર્ટુગીઝો દ્વારા છપાતી નોટોનું ચલણ હતું. અંગ્રેજો દ્વારા ઇંગ્લેન્ડમાં નોટો છપાતી હતી. ભારતમાં 1928માં નાસિકમાં પેપર કરન્સીના છાપકામ માટે સરકારી પ્રેસની સ્થાપના થયા બાદ તે પછી તમામ ચલણી નોટો ત્યાં જ છપાતી હતી. આરબીઆઇ દ્વારા પ્રથમ નોટ 1938માં બહાર પડી હતી. જેના પર પંચમ જ્યોર્જનું ચિત્ર હતું. 1996 અને 2005માં મહાત્મા ગાંધી ના ફોટા સાથેની સિરીઝ બહાર પડી હતી.