Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના 2.15 લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતરશે તેમજ  શિક્ષકો આજે એક દિવસની રજા રાખી છે. 10 હજારથી વધુ શિક્ષકો આજે પોતાની પડતર માંગોને લઈ વિધાનસભાનો ઘેરાવો કરવાના છે. જેના પગલે ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પહોંચતા શિક્ષકોની અટકાયતની સૂચનાના પગલે વહેલી સવારથી અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે. જોકે મોડી રાત્રે રાજ્ય સરકારના ઈશારે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અન્ય હોદ્દેદારોની અટકાયત કરીને આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ