ભારતીય હવામાન ખાતાએ આજે ૨૦૨૩ની નૈઋત્યની વર્ષા ઋતુ સામાન્ય રહે એવો સંકેત આપ્યો છે. એટલે કે ૨૦૨૩ના જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસા દરમિયાન દેશમાં લગભગ ૯૬ ટકા(પાંચ ટકાની ભૂલ સાથે) વર્ષા થાય તેવી શક્યતા છે. ખાસ કરીને
વાયવ્ય,પશ્ચિમ,મધ્ય, ઇશાન ભારતમાં ચોમાસામાં વરસાદ સામાન્ય અને સામાન્યથી થોડોક ઓછો વરસે તેવી આગાહી કરી છે