દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના વિવાદમાં દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. આ વિવાદમાં મુંબઈ પોલીસના અિધકારી સચિન વાઝેની સંડોવણી બહાર આવ્યા પછી હવે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના 'લેટર બોમ્બ'એ નવો ધમાકો કર્યો છે.
પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયા ઊઘરાવવા ટાર્ગેટ આપ્યો હોવાનો આક્ષેપ કરતો પત્ર રાજ્યપાલ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. પરમવીરસિંગના આક્ષેપથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી દેશમુખે પરમવીર સિંહના આક્ષેપોને ફગાવી દીધા છે. બીજીબાજુ મહારાષ્ટ્ર ભાજપે ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી છે.