માજીગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપતા બોમ્બે હાઈ કોર્ટના આદેશને પડકારવા મહારાષ્ટ્ર સરકારે અને અનિલ દેશમુખે અલગથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છેે.
હાઈકોર્ટના ચુકાદાને પગલે સોમવારે જ દેશમુખે ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. બાવન પાનાંના આદેશમાં હાઈ કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપીને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાનું જણાવ્યું હતું. માજી પોલીસકમિશનર પરમ બીર સિંહે દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આરોપ કર્યા હતા.
દેશમુખે કરેલી અરજીમાં પ્રતિવાદી તરીકે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર, પરમબીર સિંહ અને સીબીઆઈનો સમાવેેશ કર્યો છે. દેશમુખે સોમવારે મોડી રાત્રે વરિષ્ઠ વકિલ અભિષેક મનુ સિંઘવીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને ત્યાર બાદ આ અરજી કરી હતી. બંને અરજીની સુનાવણી તાત્કાલિક હાથ ધરવાની માગણી કરવામાં આવી છે.