ડેરા સચ્ચાના વડા ગુરમીત રામરહીમ સિંઘ અને બીજા ચારને સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમના જ સંપ્રદાયના મેનેજર રણજીતસિંઘની ૨૦૦૨માં કરવામાં આવેલી હત્યાના કેસમાં તેમને આ સજા ફટકારવામાં આવી છે. આ પહેલા ૨૦૧૭માં રામરહીમને બે શિષ્યાઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તે હાલમાં રોહતકની સુનારિયા જેલમાં છે. હરિયાણામાં પંચકુલાની સ્પેશ્યલ કોર્ટે રામરહીમ સાથે બીજા ચાર જણા ક્રિશનલાલ, જસબીરસિંઘ, અવતારસિંઘ અને સબ્દિલને આઠ ઓક્ટોબરના ખૂન કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.