અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા લોકોને પોતા-પોતાના દેશ તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે ત્યારે 104 ભારતીયોને લઈને પહેલું વિમાન ગઈકાલે જ અમૃતસર આવી પહોંચ્યું હતું. જેમાં 37 જેટલાં ગુજરાતીઓ હતા. જેમને લઈને એક વિમાન અમૃતસરથી દિલ્હી થઈને અમદાવાદ આવી પહોંચ્યું છે. તેમાં ગુજરાતના ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1, સિદ્ધપુર પાટણના 1, ભરુચના 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.