હજુ આઈપીએલની ફાઈનલ ગત15 ઓક્ટોબરે જ યુએઇમાં રમાઈ હતી ત્યારે તેના આઠ દિવસ પછી ટી-20 વર્લ્ડ કપનો યુએઇમાં જ આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે.
આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30થી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અને સાંજે 7.30થી ઇંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇંડિઝ સામેની મેચ સાથે ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.
ભારત તેના મિશન વર્લ્ડ કપની પ્રથમ મેચ રવિવારે 24 ઓક્ટોબરે રમશે. ભારતે તેના ગુ્રપ 2માં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબીયા સામે રમવાનું છે. ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ 10 અને 11 નવેમ્બરે છે જ્યારે ફાઈનલ 14 નવેમ્બરે યોજાશે.