ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 13,000 કેસો નોંધાયા હતા જેમાંથી 9,000 કેસો તો શાંઘાઇમાં જ નોંધાયા હતા. ચીનની સરકારે શાંઘાઇમાં ફેલાઇ રહેલા કોરોનાના ચેપને કાબૂમાં લેવા માટે વિવિધ પ્રાંતમાંથી 10,000 આરોગ્ય કર્મચારીઓ શાંઘાઇ રવાના કર્યા છે.તેમાં 2,000 મિલિટરી મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે.
ચાઇના ડેઇલી અખબારના અહેવાલ અનુસાર જિઆંગસુ અને ઝેજિઆંગ પ્રાંતમાંથી લગભગ 15,000 આરોગ્ય કર્મચારીઓને હોસ્પિટલોમાંથી બસોમાં બેસાડીને શાંઘાઇ રવાના કરવામાં આવ્યા હતા. રવિવારે લશ્કરની ત્રણે પાંખમાંથી 2000 કરતાં વધારે કર્મચારીઓ શાંઘાઇમાં આવી પહોંચ્યા હતા. સોમવારે શાંઘાઇમાં તેના અઢી કરોડ રહેવાસીઓનુ સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.