ઉત્તર પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાં મંગળવારની રાત અને બુધવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે થયેલા અલગ અલગ અકસ્માતોમાં ૪૦ વાહનો અથડાયા હતાં અને ૧૦ લોકોનાં મોત થયા છે તેમ પોેલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું. કેટલાક વિસ્તારોમાં તો દ્રશ્યતાનું પ્રમાણ ઘટીને ૨૦ મીટરથી પણ ઓછું થઇ ગયું હતું.