બાંગ્લાદેશમાં અત્યાર સુધી શેખ હસીનાની સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા, હવે શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને દેશમાં પરત લાવવાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને તેને બંધ કરી દીધો હતો. જેને પગલે લોકોને હટાવવા માટે આવેલા સૈન્ય અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે હિંસા થઇ હતી. શેખ હસીનાના સમર્થકોએ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો અને સ્થળેથી ખસી જવાની ના પાડી દીધી હતી.