પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિધાર્થીઓ અને ABVPના ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.