અમદાવાદના કોટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર અને પોલીસના સંયુક્ત ડિમોલિશન ડ્રાઈવને પગલે ભદ્રકાળી મંદિરની સામેના વિસ્તારમાં ત્રણ દરવાજાથી લઇને ખાડિયા સુધી, ભઠિયારગલી સહિતના વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર, સુખરામનગરમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. તંત્રની કામગીરીથી નાગરિકોમાં ખુશી વ્યાપી હતી. કેટલાકે જાતે દબાણ દૂર કર્યાં હતાં.