વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના તીન મૂર્તિ ભવનમાં 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ધાટન કર્યું. ત્યાર બાદ તેમણે નવા સંગ્રહાલયની સૌથી પહેલી ટિકિટ ખરીદી અને તેની ઝાંકી મેળવી. તેમણે ભારતને દુનિયામાં લોકતંત્રની જનની ગણાવતા દેશમાં એકાદ અપવાદ સિવાય લોકશાહીના વિકાસ માટે બધી જ સરકારોને શ્રેય આપ્યું. જોકે, આ સાથે તેમણે કોંગ્રેસ પર કટાક્ષ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સંગ્રહાલયમાં જેટલો અતિત છે, તેટલું જ ભવિષ્ય પણ છે. આ સંગ્રહાલય દેશના લોકોને ભૂતકાળના સમયનો પ્રવાસ કરાવતા નવી દિશા-નવા રૂપમાં ભારતના વિકાસ પ્રવાસે લઈ જશે.