રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતમાં મુસ્લિમ ધર્મ જોખમમાં હોવાના ભયમાં નહીં ફસાવા મુસ્લિમોને હૈયાધારણ આપવાની સાથે કહ્યું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ છે જ નહીં. પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં.