દુનિયાભરમાં એવા દેશોની સંખ્યા વધી રહી છે કે જ્યાં લોકતંત્ર દિવસે દિવસે નિર્બળ બની રહ્યું છે. આવા દેશોમાં ભારત પણ સમાવિષ્ટ છે. 'ઈન્સ્ટીટયુટ ફોર ડેમોક્રસી એન્ડ ઈલેક્ટોરલ આસિસ્ટન્ટ' (IDEA) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ''એવા દેશો કે જ્યાં લોકતાંત્રિક મૂલ્યો, જોખમમાં છે, તેવી સંખ્યા અત્યારે જેટલી વધી ગઈ છે તેટલી પહેલાં ક્યારેય ન હતી.''
આ સંસ્થાએ લોકતાંત્રિક મૂલ્યો નિર્બળ બનાવતાં કારણો દર્શાવતા જણાવ્યું છે કે 'દેશના નેતાઓની, લોકોને લલચાવવાની રાજનીતિ, ટીકાકારોને મુક કરવા માટે કોવિડ-19 મહામારીનું અપાતું બહાનું, તો બીજી તરફ અન્ય દેશોની અલોકતાંત્રિક રીત-રસમ અપનાવવાનું વલણ તથા સમાજમાં ભાગલા પાડવા માટે ખોટી માહીતીઓ ફેલાવવાનું ચલણ વગેરેને લીધે દુનિયાભરમાં લોકતંત્ર જોખમમાં મુકાઈ ગયાં છે.