તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શનિવારે હૈદરાબાદના શાદનગર થાણા બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. અમુક લોકોએ આરોપીઓને સુનવણી વગર જ ફાંસી પર ચઢાવવા અથવા તો એન્કાઉન્ટર કરવાની માગ કરી હતી. બીજી તરફ સ્થાનિક બાર એસોસિએશને આરોપીઓ તરફથી વકાલત કરવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે કોર્ટમાં આરોપીઓની રજૂઆત દરમિયાન સુરક્ષા વધારી હતી. કોર્ટે ચારેયને 14 દિવસની જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.