પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી શરૂ થયા બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં હિંસા થવાની ઘટનાઓ સામે આવી છે. બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા પર ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકારની ભૂમિકા પર આંગળી ચિંધી છે. તેમણે કહ્યું કે, તૃણમુલના ગુંડાઓ અને પોલીસની મિલિભગત હોવાથી હત્યાઓ થઈ રહી છે. બંગાળની હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર છે. શુભેન્દુએ કેન્દ્રને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.