એક તરફ જ્યાં આજે વિપક્ષી પાર્ટીઓ સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ પણ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુનાવણી કરશે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર મામલે નિંદા પ્રસ્તાવ રજૂ કરશે. કેન્દ્ર સરકારે 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કેન્દ્રએ કહ્યું હતું કે મહિલાઓ સાથે દુર્વ્યવહારના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.