Corona વાયરસની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસનો અત્યાર સુધીનો સૌથી ભયંકર પ્રકાર, ડેલ્ટા પ્લસ (Delta Plus) પ્રસરી ચૂક્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જે આઠ રાજ્યોમાં તેના કેસ જોવા મળે છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં બે લોકોને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો છે. જેમાંથી 23 મેના રોજ એક મહિલાનું મોત નીપજ્યું છે.