દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 101 દિવસથી ચાલી રહેલા CAA અને NRC વિરૂદ્ધ ધરણા પ્રદર્શનને હટાવી દેવાયા છે. મંગળવારે શાહીનબાગમાં પોલીસ ફોર્સની તૈનાતી વચ્ચે પ્રદર્શનકારીઓના ટેન્ટ ઉખાડી દેવાયા. આ સાથે જ નોઈડા-કાલિંદી કુંજ માર્ગને પણ ખાલી કરાવાયા છે. દિલ્હી પોલીસે કોરોના વાઈરસ અને કલમ 144નો હવાલો આપતા એક કલાકમાં આ કાર્યવાહી કરી. આ દરમિયાન પોલીસે 6 મહિલાઓ અને 3 પુરૂષોની ધરપકડ કરી. અત્યારે ઘટના સ્થળે પોલીસ ફોર્સ તૈનાત છે.