ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનોના પગલે ચારે તરફ નફરત, હિંસા અને ભયનો માહોલ છે. આવા વાતાવરણની વચ્ચે પણ કેટલાક કિસ્સા એવા સામે આવ્યા છે જેણે કોમી સૌહાર્દની અને પરસ્પર વિશ્વાસની ભાવના અકબંધ રાખી છે. દિલ્હીના અશોક નગરના રહેવાસી રાશિદ કહે છે કે, અમે તો રસ્તા પર આવી ગયા હતા પણ પાડોશમાં રહેતા હિન્દુ મિત્રોએ અમારી મદદ કરી હતી. તેઓ હંમેશા અમારી સાથે રહ્યા છે. તેમણે અમને આશરો આપ્યો છે. અહીંયા અમે 25 વર્ષથી રહીએ છે પણ હિન્દુઓ સાથે ક્યારેય અમારે ઝઘડો થયો નથી. તો બીજી તરફ હિન્દુ પાડોશીઓ કહે છે કે, અમે ક્યારેય તેમની સંપત્તિને નુકસાન થાય તેવુ વિચાર્યુ નથી. તેમના ઘરોને આગ લગાવાઈ છે અને અમે તેમને એકલા છોડી શકીએ નહી.