દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ સામે બંદૂક તાકીને જેનો ફોટો વાયરલ થયો હતો તે શખ્સ શાહરૂખની પોલીસે ધરપકડ કરી છે. હિંસા વખતે જાહેર રસ્તા પર બંદૂક લઈને ફરતો આ શખ્સ લાઈમલાઈટમાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શાહરૂખને ઉત્તર પ્રદેશના શામલીથી પકડી લેવાયો છે. શાહરૂખે પોલીસ જવાન સામે બંદૂક તાકી હતી તેમજ આઠ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ તે ધરપકડના ડરથી પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો.