ઉત્તર પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના મામલાની તપાસ માટે ખાસ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની હેઠળ કામ કરશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. દિલ્હી હિંસા અને તોફાનોની અસર હવે પરીક્ષાઓ પર પણ પડી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) હિંસા પ્રભાવિત નોર્થ ઇસ્ટ દિલ્હી અને ઇસ્ટ દિલ્હીના વિસ્તારોમાં આજે અને કાલે એટલે કે 29 ફેબ્રુઆરીએ લેવાનારી પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે.