ભાજપે દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવ્યા છે. દિલ્હી ભાજપ કાર્યલાય પર એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ‘આર યા પાર’ની લડાઈ લડવા આહ્વાન કર્યું હતું ત્યારથી આ સ્થિતિ સર્જાઈ હતી. આપ પર પ્રહાર કરતા જાવડેકરે કહ્યું કે, ધારાસભ્યોએ શાંતિ માટે પહેલ કરવાની જરૂર હતી પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કેટલાક લોકોની હિંસાના આરોપી તરીકે ધર્મના આધારે ઓળખ કરી હતી.