દિલ્હીમાં હિંસાના પીડિતોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલએ આજે (ગુરુવારે) એક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે, હિંસા પીડિત કોઇપણ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરે છે તો તેનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસાના પીડિતોને' ફરિશ્તા યોજના'નો લાભ મળશે.
તેની સાથે જ કેજરીવાલે હિંસા પીડિતો માટે વળતરનું પણ એલાન કર્યું. ગંભીર રૂપે ઘાયલોને 2 લાખ રૂપિયા, મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. જેમના ઘર પૂર્ણ રીતે સળગી ગયા છે તેમને 5 લાખ રૂપિયા અને જેમની દુકાન સળગાવી દેવામાં આવી છે તેમને 5 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે.