70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીના યોજાયેલા મતદાન બાદ આજે મતપેટીઓ ખુલી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સ મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી (આપ) 55 બેઠકો પર આગળ લીડ કરી રહી છે અને સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર રચે તેવી અપેક્ષા છે. દરમિયાન શરૂઆતી વલણને જોતાં જ કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. કોંગ્રેસના નેતા મુકેશ શર્માએ ટ્વીટ કર્યું છે કે હું પોતાની હાર સ્વીકાર કરું છું. વિકાસપુરી વિધાનસભાના મતદાતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે ક્ષેત્રનો વિકાસ થશે. ભવિષ્યમાં દિલ્હી, વિકાસપુરી અને ઉત્તમનગર વિધાનસભાના વિકાસ માટે લડાઈ લડતો રહીશ.