દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને લઇને વિવાદ વધી ગયો છે. CAA વિરૂદ્ધ શાહીન બાગ બાદ જાફરાબાદમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ. તો બીજી તરફ જાફરાબાદ અને ચાંદ બાગમાં રસ્તાઓ ખોલવાની માગને લઈને ભાજપના નેતા કપિલ મિશ્રા તેમના સમર્થકો સાથે રોડ પર ઉતરી આવ્યા હતા.
દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ આવીને કપિલ મિશ્રા અને તેમના સમર્થકો પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં કપિલ મિશ્રાના સમર્થકોએ પથ્થરમારો કરનારા લોકોનો પીછો કર્યો હતો અને અને તેમણે પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે સ્થિતિ કાબુમાંથી બહાર થઇ ગઇ તો પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. મૌજપુરમાં તણાવ વધતા અને પથ્થરમારા બાદ મૌજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ સ્થિતિ બગડતી જોઇ જાફરાબાદ અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા છે. ઇસ્ટ ડિસ્ટ્રિક્ટના DCP સહિત અન્ય વિસ્તારના DCPને પણ બોલાવવામાં આવ્યા છે. અર્ધ સૈનિક દળની કેટલીક કંપનીઓને પણ બોલાવવામાં આવી છે, અત્યારે સ્થિતિ કાબુમાં છે.