દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષણ તેની ચરમસીમા પર પહોંચી ગયું છે. જેને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ૫૦૦ની આસપાસ પહોંચી ચુક્યો છે. જેથી દિલ્હી હાલ ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયું છે અને લોકોને ઘરોમાંથી બહાર નિકળવામાં પણ જીવનું જોખમ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેનું એક કારણ હાલમાં ખેતરોમાં સળગાવવામાં આવી રહેલી પરાળી માનવામાં આવી રહ્યું છે. પંજાબના ખેતરોમાં હાલ મોટા પ્રમાણમાં પરાળી સળગાવવામાં આવી રહી છે.