દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં બડા બજાર માર્ગ પર સ્થિત એક બેઝમેન્ટમાં વરસાદ અને ગટરના પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 'રાઉઝ IAS સ્ટડી સેન્ટર'ના બેઝમેન્ટમાં ગટરનું પાણી ઘૂસી ગયું છે જેમાં 3-4 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે અને ડૂબી જવાથી 3ના મોત થયા છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.