શાહીન બાગના પ્રદર્શનકર્તાઓ સાથે વાત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મધ્યસ્થીની પસંદગી કરી છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડેની સાથે વકીલ સાધના રામચંદ્રનની મધ્યસ્થી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ વજહત હબીબુલ્લાહ, ચંદ્રશેખર આઝાદ આ દરમિયાન મધ્યસ્થીની મદદ કરશે. કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર સમક્ષ દેખાવકારીઓને રસ્તા પરથી ખસેડવા માટેના વિકલ્પ પર ચર્ચા કરવા માટે અને તેમની સાથે વાતચીત કરવા માટે કહ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના શાહીન બાગમાં લોકો CAAની વિરુદ્ધમાં પ્રદર્શનો યોજી રહ્યા છે.