દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાને અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવ્યો છે. દિલ્હી સેન્ટ્રલના ડીએમે આજે આ બાબતે એક આદેશ જાહેર કર્યો છે. દિલ્હી આપદા પ્રાધિકરણ તરફથી જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાલ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં બર્ડ ફ્લૂના સંક્રમણને ધ્યાનમાં રાખતા પરિસરને જનતા અને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરની મંજૂરીથી લાલ કિલ્લાને લોકો અને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે.