દિલ્હીમાં છેલ્લાં કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થયો હોવાથી હવે દિલ્હીવાસીઓએ આજે વધુ એક સંકટનો સામનો કરવો પડશે. આજે રાજ્યના દરેક પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પંપ બંધ રાખવામાં આવ્યા છે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિયેશ (DPDA) ને કેજરીવાલ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવાના વિરોધમાં આ નિર્ણય કર્યો છે.
ડીપીડીએએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીમાં અંદાજે આજે 400 પેટ્રોલ પંપ બંધ રહેશે. જેની સાથે સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ દરેક પંપ દિલ્હી સરકારના નિર્ણયના વિરોધમાં સોમવારથી 24 કલાક માટે બંધ રહેશે. આ દરેક પેટ્રોલ પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.