નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને લઇને ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા રોકાવાનું નામ લઇ રહી નથી. જાફરાબાદ, મૌજપુર સહિત કેટલાંક વિસ્તારોમાં સોમવાર બાદ મંગળવારે પણ ભજનપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ પથ્થરમારો થયો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે જયારે અસંખ્ય લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ પૂર્વ દિલ્હીના DCP આર.કે મીણાએ કહ્યું કે અત્યાર સુધી આ ક્ષેત્ર શાંતિપૂર્ણ રહ્યું છે અને ક્યાંથી પણ કોઇ અપ્રિય ઘટનાના સમાચાર મળ્યાં નથી. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ઇજાગ્રસ્તોને મળવા GTB હોસ્પિટલ જશે. GTB હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારોમાં વધારાના સ્ટ્રેચર અને વ્હીલચેર મોકલવામાં આવ્યાં છે.