દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીમાંથી રૂ. 2000 કરોડની કિંમતનો 200 કિલો કોકેઈન જપ્ત કર્યો છે. એક સ્પતાહ આ બીજું મોટું કન્સાઈનમેન્ટ છે. ગુરુવારે સાંજે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ જપ્તી દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના મહિપાલપુરમાંથી 5,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 562 કિલો ડ્રગ્સની વસૂલાત સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દવા મીઠાના પેકેટમાં રાખવામાં આવી હતી.