dઆપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં એક પછી એક વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી. આ મામલે સીએમ હાઉસે ધસી જઈને મુખ્યમંત્રી કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર બિભવ કુમારને પકડીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા.