Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમ્યાન પત્રકારો સાથે થયેલા ઘર્ષણ બાબતે દિલ્હી પોલીસે મીડિયાની માફી માંગી છે. શુક્રવારે થયેલા આ વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જે દરમ્યાન એક મહિલા પત્રકારે પોતાની સાથે પોલીસે અણછાજતું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસના પીઆરઓ મધુર વર્માએ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી માફી માંગી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ