દિવાળી પહેલા હવામાને દિલ્હી-NCRના લોકોને મોટી ભેટ આપી છે. દિલ્હી-નોઈડાના ઘણા વિસ્તારોમાં રાતભર ભારે વરસાદ પડ્યો હતો. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત પ્રદૂષણમાંથી પણ મોટી રાહત મળી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 400 થી ઘટીને 100 થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના બવાના, કાંઝાવાલા, મુંડકા, જાફરપુર, નજફગઢ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં વરસાદ પડ્યો હતો.