દિલ્લી મહાનગરપાલિકાની ગત 4 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનુ પરિણામ આજે જાહેર કરાશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરુ થઈ છે. જેમાં દિલ્લી મહાનગરપાલિકાના 250 વોર્ડમાં 1349 ઉમેદવારોનું ભાવિ પણ જાહેર થશે. દિલ્હી નગર નિગમ ચૂંટણીના એક્ઝિટ પોલ અનુસાર, MCDની કુલ 250 સીટોમાંથી 140 થી 150 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપ આ વખતે MCDની સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે. જો કે શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટીને ભાજપ કરતા વધુ બેઠકો પર સરસાઈ જોવા મળી છે. જો કે મતગણતરીના શરુઆતી વલણમાં બન્ને પક્ષો વચ્ચે બહુ અંતર નથી.