ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો વધુને વધુ ભીંસાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશનથી ફેલાયેલા કોરોના વાયરસના છેડા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી તબલીઘી જમાતનું કનેક્શન બહાર આવ્યું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતના કેટલાક લોકોએ પણ ભાગ લીધો હતો. આ તમામ લોકો કોણ ગયા હતા અને ક્યારે ગયા હતા કેટલા લોકો ગયા હતા તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ DCP દીપન ભદ્રન અને ATS એસપી હિમાંશુ શુકલાને સોંપાઈ છે. જેમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળીને 17 લોકોએ ભાગ લીધો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભાવનગર જિલ્લાની પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, ATS ઉપરાંત ભાવનગર રેન્જના IGએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.