ખેડૂતો આજે ફરી એકવાર દિલ્હી જઇ રહ્યા છે. આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા કૂચ રશે. ખેડૂતોની પદયાત્રાને લઈને પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે અને ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરના નેતૃત્વમાં 101 ખેડૂતોનું એક જૂથ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા યાત્રા શરૂ કરશે.