ગાજિયાબાદ રેલવે સ્ટેશન પર સવારે સાત વાગે લખનઉ જઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી ગઇ છે. તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, ત્યારબાદ જોવા મળ્યું કે આગ ટ્રેનની સૌથી છેલ્લી બોગીના જનરેટર કાર તથા લગેજમાં આગ લાગી છે. તાત્કાલિક બોગીને ટ્રેનના અન્ય ભાગમાંથી અલગ કરી આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આગના લીધે બોગીના બે દરવાજા ખુલી રહ્યા નથી. જેને તોડીને આગ ઓલવવામાં આવી. રાહતની વાત એ છે કે કોઇ જાનહાનિ થઇ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.