દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં પ્રાથમિક તપાસ બાદ વિજિલન્સ મિનિસ્ટર આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ અરવિંદ કેજરીવાલે વિજિલન્સ મિનિસ્ટર આતિશીનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલી દીધો છે. આ સાથે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને પદ પરથી તાત્કાલિક હટાવવા અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ આતિશીને આ રિપોર્ટ સીબીઆઈ અને ઈડીને મોકલવાનો આદેશ આપ્યો છે.