દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી આવેલા લોકો પણ હતા. 22 માર્ચના લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં 2 હજાર લોકો રોકાયેલા હતા. તેમાંથી 300 લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે. લોકડાઉન મામલે દિલ્હી સરકારની આ ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે જેમાં લોકડાઉન એક મજાક બની ગયું છે.પોલીસે નિઝામુદ્દીન એરિયાને કોર્ડન કરી લીધો છે. અહીં અંદાજે 2,000 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે અને તે બધાનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે.