સ્વિટ્ઝલેન્ડના આઈકયુ- એર દ્વારા માપવામાં આવેલા વાયુ ગુણવત્તા સૂચાંક અનુસાર દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર છે. પણ આનાથી વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે એક રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, એશિયાના સૌથી ૧૦ પ્રદુષિત શહેરોની યાદીમાં ૮ ભારતમાંથી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શહેરોમાં એક સમયનું દેશનું પ્રદુષિત ગણાતું દિલ્હી નથી. તેમણે ટવીટ કરીને જણાવ્યું કે, કેટલાક વર્ષો પહેલા દિલ્હીને દુનિયાના સૌથી દુષિત શહેરના રૂપમાં જોવામાં આવતું હતું, પણ હવે નહીં.