દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભા એમ સિંહે દિલ્હી સ્થિતિ ખાન માર્કેટમાં કેટલાક દુકાનદારોની ભાડા માફી અંગેની અરજી પર મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં ભાડૂઆતોનું ભાડૂ માફ કે ભાડાની ચૂકવણી કરવામાંથી મુક્તિ આપી શકાય નહી. જોકે હાઈકોર્ટે જણાવ્યું કે, લૉકડાઉનને ધ્યાનમાં રાખીને ભાડૂઆતને રાહત આપી શકાય છે. જેમાં થોડા દિવસો માટે ભાડૂ ચૂકવવાનું ટાળવામાં આવે અથવા હપ્તેથી ચૂકવણીની મંજૂરી આપી શકાય છે.
દુકાનદારોએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન તેઓ દુકાનનો ઉપયોગ કરવામાં અસમર્થ હોવાથી તેમને ભાડાની ચૂકવણી કરવામાંથી છૂટ આપવી જોઈએ.