દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ મુદ્દે તિહાર જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન પર સ્ટે મુકતા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજીની સુનાવણી કરતા કહ્યું હતું કે હાઇકોર્ટમાં જે અરજી તમે કરી છે તેને પરત લઇ લો અથવા હાઇકોર્ટના અંતિમ નિર્ણયની રાહ જુવો અમે ત્યાં સુધી કોઇ દખલ નહીં આપીએ. સુપ્રીમમાં હાલ કેજરીવાલને આ મામલે કોઇ રાહત નથી મળી.