દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે લોંચ કરેલી મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના રદ્ કરી છે. કેન્દ્રના અનાજથી દિલ્હીની સરકાર આ યોજના ચલાવી શકે નહીં. જો એવી યોજના શરૂ કરવી હોય તો રાજ્યસ્તરે અલગ વ્યવસ્થા કરવી જોઈએ એવું હાઈકોર્ટે કહ્યું હતું.
દિલ્હીની સરકારે ગયા વર્ષે માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના શરૂ કરી હતી. એ યોજનાને સરકારી સસ્તા અનાજનાડીલર્સ એસોસિએશને હાઈકોર્ટમાં પડકારી હતી. એ પહેલાં કેન્દ્ર સરકારે પણ દિલ્હી સરકારની યોજનાનો વિરોધ ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે યોજનામાં મુખ્યમંત્રી શબ્દના ઉપયોગ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. રાશનનું વિતરણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત દેશભરમાં થતું હોવાથી રાજ્ય સરકાર એ જ યોજનાને પોતાના નામે લાગુ પાડે તે યોગ્ય નથી એવો તર્ક કેન્દ્ર વતી રજૂ થયો હતો.