દિલ્હી (Delhi) દારૂ કૌભાડ સંબંધિત CBI કેસમાં દિલ્હી (Delhi)ના CM અરવિંદ કેજરીવાની જામીન અરજી પર દિલ્હી (Delhi) હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, આ એવો કોઈ કેસ નથી કે જેમાં ટ્રિપલ ટેસ્ટનો દૂરથી પણ કોઈ આરોપ હોય. આ કેસમાં ચાર લોકોને જામીન મળ્યા છે. સામાન્ય જામીનના કેસમાં તેઓને કયા આધારે જેલમાં રાખવામાં આવે છે? આ કેસમાં કેજરીવાલની 2 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. સિંધવીએ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2023 માં અરવિંદ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.